પશ્ચિમ બંગાળમાં, સિયાલદાહ કોર્ટે આજે આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અનેહત્યા કેસમાં સંજય રાયને દોષિત ઠેરવ્યો છે. આકેસની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ છે. એવી અપેક્ષા છે કે કોર્ટ તે દિવસે સજાજાહેર કરી શકે છે. ન્યાયિક મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે તપાસએજન્સી સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા પુરાવા સાબિત કરે છે કે સંજય રાય આ ઘટનામાંદોષિત છે. ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજનાસેમિનાર હોલમાંથી તાલીમાર્થીડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. 10 ઓગસ્ટના રોજ કોલકાતા પોલીસે સંજય રાયની ધરપકડકરી હતી. બાદમાં તેને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને સીબીઆઈએ આ કેસમાં સંજય રાયસામે ચાર્જશીટ દાખલ કરી છે. ગયા વર્ષે 8 અને 9 ઓગસ્ટની રાત્રે તાલીમાર્થી ડોક્ટરપર દુષ્કર્મ અનેહત્યા કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:41 પી એમ(PM)