આર્મેનિયાના યેરેવાનમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતનાં રીતિકા હૂડાએ મહિલાઓની 76 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સિદ્ધિ મેળવનારાં તે ભારતની બીજાં મહિલા બન્યાં છે. અગાઉ ભારતનાં પ્રિયંકાએ 68 કિલો મહિલા વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જ્યોતિસિહાગે મહિલાઓની 55 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ પહેલા પુરુષોની 74 કિલો ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં જયદીપે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. સુબેદાર શરવને પુરુષોની 70 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં રજત, જ્યારે 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શુભમ અને 79 કિલો ફ્રી સ્ટાઇલમાં ચંદ્રમોહને કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. આ સ્પર્ધામાં ભારતે ત્રણ સુવર્ણ, એક રજત અને ત્રણ કાંસ્ય સહિત કુલ સાત ચંદ્રક જીત્યા હતા.ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મિલિટરી ચેમ્પિયનશિપમાં ભારતે આ વર્ષે પ્રથમ વખત મહિલા ખેલાડીઓની ટુકડી મોકલી હતી.
Site Admin | નવેમ્બર 23, 2024 2:07 પી એમ(PM) | આર્મેનિયા