કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે આર્થિક વિકાસ દર અને મોંઘવારીને કાબૂમાં લેવાનો વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર છે. નવી દિલ્હીમાં ત્રીજા કૌટિલ્ય ઇકોનોમિક કોન્કલેવ 2024નું ઉદઘાટન કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે કહ્યું હતું કે એક દાયકામાં ભારતનું અર્થતંત્ર પાંચમા સ્થાને પહોંચી ગયું છે. મધ્યમ વર્ગના લોકોના વિકાસ પર પણ ધ્યાન આપવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને નીતિ તૈયાર કરનારા 150થી વધુ પ્રતિનિધિઓ આ કોન્કલેવમાં ભાગ લઇ રહ્યાં છે. આજથી 6 ઓક્ટોબર સુધી યોજનારા આ કોન્કલેવને આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધશે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:49 પી એમ(PM) | કેન્દ્રીય નાણામંત્રી