આર્થિક મામલાની મંત્રીમંડળની સમિતિએ 6 હજાર 456 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી ભારતીય રેલવેની 2 નવી લાઈન અને એક મલ્ટિ-ટ્રેકિંગ પ્રૉજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રૉજેક્ટ યાત્રાને સરળ બનાવશે, ખર્ચ અને તેલ આયાતને ઘટાડશે. તેમ જ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનને પણ ઘટાડશે.
નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ માધ્યમોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્ચિની વૈષ્ણવે કહ્યું, 121 કિલોમીટરની જમશેદપૂર-પુરૂલિયા-આસનસોલની ત્રીજી લાઈન તેમ જ 37 કિલોમીટરની સારડેગા-ભાલુમુડા નવી ડબલ લાઈનને મંજૂરી આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 28, 2024 7:56 પી એમ(PM) | મંત્રીમંડળ