ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 2:14 પી એમ(PM)

printer

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી

આર્થિક બાબતોની કેન્દ્રીય સમિતિએ કુલ 24 હજાર 657 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સાત રાજ્યો ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના 14 જિલ્લાઓને આવરી લે છે. અને તેનાંથી મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને આદિવાસી વિસ્તારોનો વિકાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ્સમાં ઓડિશામાં ગુનુપુર-થેરુબલી ન્યૂ રેલવે લાઇન રૂટ અને જૂનાગઢ-નબરંગપુર લાઇન, ઓડિશામાં મલકાનગિરી-પાંડુરંગપુરમ લાઇન, આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં બુરમારા-ચકુલિયા રેલ માર્ગનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કૃષિ ઉત્પાદનો, ખાતર, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ અને સિમેન્ટ જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ માર્ગો આવશ્યક હોવાનંર જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ