રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.