રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર સ્થિત જી મર્સ મેડિકલ કોલેજ ખાતેથી “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.
રાષ્ટ્રીય ક્ષય નાબુદી કાર્યક્રમ અંતર્ગત રાજયના 16 જિલ્લા અને 4 મહાનગરપાલિકાઓમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે પી નડ્ડા આજે હરિયાણાના પંચકુલા ખાતે આ રાષ્ટ્રવ્યાપી ઝૂંબેશનો પ્રારંભ કરાવશે. આ ઝુંબેશ દરમિયાન ટીબીના નવા કેસ ઝડપથી શોધી કાઢવા, ત્વરિત અને સઘન સારવાર, તેમજ જનભાગીદારી દ્વારા પોષણયુક્ત આહારની કીટ્સ પૂરી પાડવા જેવી વિવિધ કામગીરી કરવામાં આવશે.
આ સઘન ઝુંબેશમાં આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગોની સક્રિય ભાગીદારી પણ મેળવવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:07 એ એમ (AM) | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે ગાંધીનગર ખાતે “100 દિવસ સઘન ટીબી નાબૂદી ઝુંબેશ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.
