ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 7:14 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરાયો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે મહેસાણા મહાનગરપાલિકાનો લોગો લોન્ચ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકાનું બજેટ 100 કરોડ રૂપિયા હતું જે હવે મહાનગરપાલિકા બનતા 900 કરોડ રૂપિયા કરતાં વધુનું થયું છે. જેને લીધે મહેસાણાનો વિકાસ ઝડપી બનશે.
આ લોગો તૈયાર કરવા માટેની સ્પર્ધામાં 254 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી બે સ્પર્ધક દ્વારા તૈયાર થયેલા લોગોને ઔપચારિક લોગો તરીકે જાહેર કરાયો. આ બંને સ્પર્ધકને 21 હજાર રૂપિયાનું ઇનામ અપાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ