આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે.
ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડન હેલ્થકેર કાઉન્સિલલ દ્વારા ફિઝીયોથેરાપી કાઉન્સિસલની તમામ કામગીરી આવરી લેવામાં આવનાર હોઇ રાજ્યમાં અલાયદી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરૂરીયાત રહેતી નથી, તેમ વિધાયક રજૂ કરતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 3:42 પી એમ(PM) | વિધાનસભા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલુ ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે આજે વિધાનસભામાં પસાર કરાયું
