આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા વાઇરસના સૌથી વધુ શંકાસ્પદ કેસ ધરાવતા સાબરકાંઠા જિલ્લાની આજે મુલાકાત લીધી. તેમણે હિંમતનગર GMERS મેડિકલ કૉલેજ ખાતે વાયરલ એન્કેફેલાઇટીસની સારવાર લઈ રહેલા બાળકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગે રાજ્ય સરકાર વાઇરલ એન્કેફેલાઇટીસ રોગને અટકાવવા કટિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.
જે બાદ તેમણે સાબરકાંઠા જિલ્લામાં વાઇરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર,વ્યવસ્થા તેમજ ઉપચારાત્મક બાબતો અંગે સમીક્ષા બેઠક કરી હતી અને રોગને અટકાવવાની દિશામાં સ્થાનિક વહીવટીતંત્રે લીધેલા પગલાંઓ વિશે માહિતી મેળવી. તેમણે અસરગ્રસ્ત ગામો સહિત જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું. આરોગ્ય વિભાગના અગ્રસચિવ, કમિશનર, સાબરકાંઠા જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં
Site Admin | જુલાઇ 19, 2024 4:21 પી એમ(PM) | ઋષિકેશ પટેલ