આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે દેશનું મેડિકલ ડિવાઈસ ક્ષેત્ર ઊભરતું ક્ષેત્ર છે.
તેમણે કહ્યું કે તેમાં હેલ્થકેર જરૂરિયાતો, તકનીકી નવીનતાઓ, સરકારી સમર્થન અને ઉભરતા બજારની તકોને પહોંચી વળવાની અપાર સંભાવના છે. તેમણે આજે નવી દિલ્હીમાં 2047 સુધીમાં વિકસિત ભારત માટે હેલ્થકેરનું પરિવર્તન કરવા પર આરોગ્ય સમિટને સંબોધિત કરી હતી. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત એશિયામાં ચોથું સૌથી મોટું મેડિકલ ડિવાઇસ માર્કેટ છે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:19 પી એમ(PM) | અનુપ્રિયા પટેલ