ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબ સિંહ અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતીસિંહ રાવ પણ ઉપસ્થતિ રહેશે. આ અભિયાન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં દિલ્હી એન્ટી-ટ્યુબરક્યુલોસિસ સંમેલનમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર, સંવેદનશીલ જૂથોમાં લક્ષિત સ્ક્રીનીંગ, વિશિષ્ટ સંભાળ અને પોષણ સહાય પ્રદાન કરવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ