આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, મેટાન્યુમોવાઈરસ HMPV એ નવો વાયરસ નથી. આ વાઈરસની ઓળખ વર્ષ 2001 માં થયેલી છે. તાજેતરમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસનાં કેસો જોવા મળી રહ્યાં છે.આ અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓ અને વ્યવસ્થા સાથે સચેત છે. દરેકજિલ્લાનાં આરોગ્ય અધિકારીઓ, સિવિલ સર્જન, સિવિલ સુપ્રિન્ટેડન્ટન્ટને સંપૂર્ણ ધ્યાનઆપવા સૂચના આપવામાં આવી છે.રાજ્યમાં HMPV વાઈરસ સંબંધિત કેસનાં નિદાનમાં રાજ્યની જિલ્લા કક્ષાથી લઈ મેડિકલ કોલેજસંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.શ્રી પટેલે વધુમાં કહ્યું છે કે, નાગરિકોએ HMPV થી ગભરાવાની જરૂર નથી. પરંતુ વાઈરસનાં લક્ષણોસમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબત જાણવી અને અપનાવવી જરૂરી છે.મેટાન્યુમોવાઈરસ વાઈરસ વિશે તેમણે કહ્યું કે આ વાઈરસ અન્ય શ્વસનવાયરસ જેવો છે. આ વાઈરસ શિયાળાની ઋતુ દરમ્યાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાંદેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:17 પી એમ(PM)