આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી તહેવારોના દિવસોમાં સઘન ચેકીંગ કરવામાં આવશે.
નકલી ભેળસેળવાળો માલ ઉત્પાદનકર્તા સુધી ન પહોંચે તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા માવો, ઘી, દૂધ જેવી બનાવટો બનતી હોય ત્યાં ચેકીંગ કરાશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે નકલી ખાદ્ય પદાર્થો પકડાય છે.