આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસસર બદલવા અંગે મહત્વની જાહેરાત કરી. વિધાનસભામાં તેમણે જણાવ્યું કે, જે બાળકોનું કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આપ્રોસેસરમાં ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કોકલિયરઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણયકર્યો છે. અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવામાં આવતો હતો જે હવેવિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ વર્ષે પ્રારંભિક તબક્કે ૭૦૦ જેટલા બાળકોનેઅંદાજીત ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોસસરબદલી અપાશે.રાજ્યમાં ૧૦ હજાર ૩૦૦ થી વધુ પેકસ મંડળીઓઆવેલી છે, જેની સાથે અંદાજે ૨૭ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે. વિધાનસભામાં પૂછાયેલાપ્રશ્નના સંદર્ભમાં માહિતી આપતા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, તમામ જિલ્લાઓમાં ૮૦ જેટલાસેમિનારોનું આયોજન કરાયું હતુ. પેક્સ દ્વારા મોડલ બાયલોઝ અપનાવવામાં સરળતા રહે તથા મંડળીઓની બાયલોઝસુધારાની દરખાસ્તો મંજૂર થાય તે માટે તાલુકા કક્ષાએ ખાસ કેમ્પોનું આયોજન હાથ ધરવામાંઆવ્યું છે.. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ડ્રગ્સ વિરૂધ્ધ કરવામાં આવેલી કાર્યવાહીસંદર્ભે જણાવ્યું કે, કચ્છ, વલસાડ સહિતના જિલ્લાઓના દરિયાકિનારેથીછેલ્લા ૧૫ દિવસમાં અંદાજે ૮૫૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તેમણે વધુમાં ઉમેર્યુંકે, છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ૪૩૧ આરોપીઓને પકડી અંદાજે ૫ હજાર ૬૪૦કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાંઆવ્યો છે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 7:37 પી એમ(PM)