આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે. રાજ્યપાલે ગુરુવારે સાંજે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ હવે કોઈપણ જાહેર કે સરકારી મંચ પર મુખ્યમંત્રીની સાથે નહીં જાય.રાજ્યપાલે કહ્યું,રાજ્યપાલ તરીકે હું મારી આંખો બંધ ના કરી શકું.બંગાળના લોકો સાથે ઉભા રહીને મેં નિર્ણય કર્યો છે કે, હું મુખ્યમંત્રીનો સામાજિક બહિષ્કાર કરીશ. જો મુખ્યમંત્રી કોઈપણ સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે તો હું ત્યાં નહીં જઈશ.દરમિયાન આરોગ્ય ભવન સામે જુનિયર તબીબોનું આંદોલન ચાલુ છે. તેઓ સરકાર સાથે વાતચીતની માંગ કરી રહ્યા છે. જો કે, અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. ગુરુવારે નવાન્નમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું. રાજ્યપાલે વીડિયો સંદેશમાં સ્થિતિ માટે સરકારને જવાબદાર ગણાવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 2:28 પી એમ(PM) | પશ્ચિમ બંગાળ