કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા કાર્યકર્તાઓ માટે 10 લાખથી વધુ આયુષ્માન કાર્ડ અને આંગણવાડી કાર્યકર્તાઓ માટે 1 લાખથી વધુ આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે આ યોજના હેઠળ 13 હજાર 866 ખાનગી હોસ્પિટલો અને 17 હજાર 91 જાહેર હોસ્પિટલો સહિત કુલ 30 હજાર 957 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ માહિતી આપી હતી કે એબી-પીએમજેએવાય હેઠળ 2024-25 માટે 34 હજાર 954 કરોડ રૂપિયાના ખર્ચે 2 કરોડ 21 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા અધિકૃત કરાયા છે.
Site Admin | માર્ચ 28, 2025 6:49 પી એમ(PM) | આરોગ્ય મંત્રી જેપી નડ્ડા
આયુષ્માન ભારત હેઠળ ૮.૯ કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા
