આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ આજે રાજ નિવાસ ખાતે યોજાશે, જ્યાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના આતિશી અને તેમની મંત્રી પરિષદના સભ્યોને શપથ લેવડાવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણની તારીખથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિએ પાંચ મંત્રીઓની નિમણૂકને પણ મંજૂરી આપી છે. જેમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવતનો સમાવેશ થાય છે.
સુશ્રી આતિશી કોંગ્રેસના શીલા દીક્ષિત અને ભાજપના સુષ્મા સ્વરાજ પછી દિલ્હીના ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:55 પી એમ(PM)
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી અને અન્ય પાંચ કેબિનેટ મંત્રી આજે શપથ ગ્રહણ કરશે
