આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિષિ દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આપ ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર અન્ય નેતાઓએ સહમતી દર્શાવી હતી.
અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ આજે સાંજે ઉપ રાજ્યપાલ વી. કે સક્સેનાને મળીને રાજીનામું આપશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 2:54 પી એમ(PM) | આમ આદમી પાર્ટી