દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.
વરિષ્ઠ વકીલ અભિષેકમનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ઈ-મેલ વિનંતીની તપાસ કર્યા બાદ સુનાવણી માટે તારીખ જાહેર કરવામાં આવશે.
સુપ્રીમકોર્ટે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા એક અલગ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. અગાઉ 5મી ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવી હતી.
Site Admin | ઓગસ્ટ 12, 2024 3:44 પી એમ(PM) | અરવિંદ કેજરીવાલ | આબકારી નીતિ | સુપ્રિમ કોર્ટ