આફ્રિકામાં મંકીપોક્સ કારણે મૃત્યુઆંક વધીને 979 થયો છે. 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર 300 કેસ નોંધાયા છે, જેમાં 7 હજાર 339 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે.
આફ્રિકાના રોગ નિયંત્રક અને રોકથામ કેન્દ્રના મહાનિદેશક જીન કાસેયાએ જણાવ્યું હતું કે, પાછલા સપ્તાહમાં 3,186 નવા દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 53 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મંકીપોક્સના કેસમાં 300 ટકાનો વધારો થયો છે. કોંગો, બુરુન્ડી, નાઈજીરીયા, કોટે ડી’આવિયર અને યુગાન્ડામાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
મહાનિદેશક જીન કસેયાએ મંકીપોક્સ વાયરસને રોકવા માટે યોગ્ય પગલાં લેવા અને મોટા પાયે પરીક્ષણ હાથ ધરવા પર ભાર મૂક્યો છે.
Site Admin | ઓક્ટોબર 12, 2024 2:41 પી એમ(PM)
આફ્રિકામાં મંકીપોક્સ કારણે મૃત્યુઆંક વધીને 979 થયો
