આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે આજે દિલ્હીમાં યોજાયેલા સીઆઇઆઇ ભારત – આફ્રિકા વેપાલ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે આફ્રિકામાં આરોગ્ય સંભાળ સેવા અદ્યતન બનાવવા ભારતીય દવા ઉદ્યોગની કામગીરીની વિગતો આપી હતી.
વિદેશ મંત્રાલયના સચિવ ડી.રવિએ આફ્રિકામાં માર્ગ, રેલવે સહિત માળખાકીય સુવિધાઓના વિકાસમાં ભારતીય કંપનીઓ દ્વારા અપાઇ રહેલા યોગદાનની વિગતો આપી હતી.
બુરુંડીના ઉપરાષ્ટ્રપ્રમુખ પ્રોસ્પર, લાઇબેરિયાના ઉપરાષ્ટ્રપ્રમુખ સહિત આફ્રિકાના વિવિધ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓએ આફ્રિકાના વિકાસમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ગામ્બિયાના ઉપરાષ્ટ્રપ્રમુખે પોતાના દેશ ઉપરાંત સમગ્ર આફ્રિકામાં ટકાઉ વિકાસ માટે ભારતને મહત્વનો ભાગીદાર દેશ ગણાવીને ભારતની ભૂમિકાને બિરદાવી હતી.
Site Admin | ઓગસ્ટ 22, 2024 7:58 પી એમ(PM) | આફ્રિકા
આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે
