ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

‘આપ’ ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

આમ આદમી પાર્ટી- ‘આપ’ના વરિષ્ઠ નેતા આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
આમ આદમી પાર્ટી-‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચાલી રહેલા લિકર કેસમાં લાંબો સમય સુધી જેલમાં રહ્યા હતા. કોર્ટના શરતી આદેશ બાદ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. જેમાં કોર્ટની શરતો મુજબ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશી શકશે નહીં. જેના કારણે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું હતું.
અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ ‘આપ’ના મોવડીમંડળ દ્વારા આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયા હતા. જેના અંતર્ગત હવે આતિશી આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર-એલજી) વી. કે. સક્સેના આતિશીને મુખ્યમંત્રી પદના અને તેમના મંત્રીમંડળના સભ્યોને મંત્રીપદના શપથ લેવડાવશે.

#DelhiCM | #AAP | #Atishi | #Delhi

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ