આપણે એક સંકલ્પ લઈએ કે, આપણે ભારતને વિકસિત દેશ બનાવવામાં કોઈ કસર નહીં છોડીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં ભાજપ મુખ્યમથકમાં ધ્વજવંદન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું.
શ્રી નડ્ડાએ સંબોધનમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશને કરેલા સંબોધનમાં આગામી સમયમાં વિજ્ઞાન, જ્ઞાન, આરોગ્ય સહિતના ક્ષેત્રમાં આપણા લક્ષ્ય નિશ્ચિત કર્યા છે. તેમણે કહ્યું, આપણે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં કોઈ કસર નહીં છોડીએ. શ્રી નડ્ડાએ કહ્યું, સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં અમર થયેલા સ્વાતંત્ર્ય વીરોને હું નમન કરું છું. આજે આપણે દેશનો 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યા છીએ, તે સૌભાગ્યની ક્ષણ છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:30 પી એમ(PM)