રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, ‘આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક થવું અથવા સાંસારિક કાર્યોનો ત્યાગ કરવાનો નથી, પરંતુ આધ્યાત્મિકતાનો અર્થ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી પોતાના વ્યવહાર અને વિચારોમાં શુદ્ધતા લાવવી તેવો છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરિય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત “સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા” વિષયવસ્તુ પર વૈશ્વિક સંમેલનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આજે વિશ્વમાં અનેક જગ્યાએ અશાંતિનું વાતાવરણ છે. માનવીય મૂલ્ય જોખમમાં છે. આવા સમયે શાંતિ અને એકતાનું મહત્વ વધી ગયું છે.’
સુશ્રી મુર્મૂએ ઉંમેર્યું કે, ‘આજે જ્યારે આપણે ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણ પ્રદૂષણની પ્રતિકૂળ અસરનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આ પડકારોનો સામનો કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરવા જોઈએ. માનવીએ એ સમજવું જોઈએ કે, તે આ ધરતીનો સ્વામી નથી, પરંતુ પૃથ્વીના સંરક્ષણ માટે જવાબદાર છે. આપણી આધ્યાત્મિકતા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો માર્ગ છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:53 પી એમ(PM) | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ