આધાર આઈડીની જેમ ખેડૂતોને ફાર્મર આઈડી મળશે જેને લઇ સાબરકાંઠાના તમામ ખેડૂતોને 25 નવેમ્બર પહેલા ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 15 ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં 25 નવેમ્બર પહેલા પીએમ કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં આ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે.
Site Admin | નવેમ્બર 19, 2024 9:49 એ એમ (AM) | ફાર્મર આઈડી