આજે પોષ સુદ પૂર્ણિમા-માં અંબાના પ્રાગટયોત્સવની શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં 108 કુંડી મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારની મંગળા આરતીમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.
કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપુતે પણ આજે માતાજીનો હોમ હવન કરી આરતી ઉતારી હતી તેમજ રાજ્ય સહીત દેશની પ્રજાની સુખાકારી માટે માં અંબેને પ્રાર્થના કરી હતી.
Site Admin | જાન્યુઆરી 13, 2025 7:56 પી એમ(PM)
આદ્યશક્તિ મા અંબાના પ્રાગટ્યદિન પોશી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ધોડાપૂર
