આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણીનાં ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતી કાલે ડાંગના આહવા ખાતે ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રી આ પ્રસંગે જિલ્લામાં ૧૦૨ કરોડ રૂપિયાનાં ૩૭ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦ કલાકે યોજાનાર કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ અગાઉ, મુખ્યમંત્રી આદિજાતિ સમાજના આસ્થા કેન્દ્ર એવા “શબરી ધામ” ખાતે મા શબરી, પ્રભુ શ્રીરામ તથા શ્રી લક્ષ્મણજીના દર્શન કરી, પુજા અર્ચના કરશે.
આ અંગે ડાંગ જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે વધુ માહિતી આપીઃ
(BYET-RAJ SUTHAR DANG VIKAR ADHIKARI)
આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ પણ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા લીંબડી તાલુકની રાણાગઢ માધ્યમિક શાળા ખાતે અને તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહેશે.
Site Admin | નવેમ્બર 14, 2024 7:14 પી એમ(PM) | આદિવાસી