આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ આ બેઠકમાં આદિજાતિ વિસ્તારપેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૪-૨૫ના અમલ અંગે ચર્ચા કરવામાંઆવી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત ૨૦૧૦ લાખ રૂપિયાનીજોગવાઈ સામે અંદાજિત ૨હજાર ૨૧૪ લાખ જેટલા કામોનું આયોજનકરવામાં આવ્યું છે.જે અંતર્ગત જિલ્લમાં અંદાજિત ૬૧૭ કામો દ્વારા ૨૧ હજાર૭૧૬ જેટલા લાભાર્થીઓને લાભમળશે. બેઠકમાં જિલ્લામાંપાક અને કૃષિ,પશુપાલન, ડેરી, વન,પર્યાવરણ, સહકાર, ગ્રામવિકાસ,વીજળી, ગ્રામ લઘુ ઉદ્યોગ અને રસ્તાઓ, શિક્ષણ અને સરકારી અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભાસાસંદ શોભાનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા હાજર રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 18, 2024 7:04 પી એમ(PM)