આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સોનગઢ તાલુકાના પીપળ ગામેથી 21 કરોડથી વધુના ખર્ચે સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને વિકાસની ભેટ આપી હતી.
મોરબીના ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ, પેવરબ્લોક, કોઝવેના કામ વિગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળિયામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે સંલગ્ન નિગમોની જુદી જુદી યોજનાઓના લોન સહાય વિતરણ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહજી પરમારના હસ્તે માતા યશોદા એવોર્ડનું ડીઝીટલ સહાય વિતરણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ પૈકી મુખ્ય સ્ટેજના રાજ્યના 19, જિલ્લાના 3 લાખ 53,407 લાભાર્થીઓને લોન સહાયના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.