ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી – ATSએ અમદાવાદના લાલ દરવાજા પાસેથી 27 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની અટક કરી છે.આરોપી પાસેથી આશરે 55 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,આ આરોપી પહેલા પણ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો.હાલ આરોપી ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Site Admin | જાન્યુઆરી 20, 2025 7:33 પી એમ(PM) | ATS