ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 6:59 પી એમ(PM)

printer

આતંકવાદી જૂથોની પ્રવૃતિઓની માહિતી મળ્યા પછી તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો

કેટલાક સંગઠિત ગુનાહિત સમૂહ અને આતંકવાદી જૂથોની પ્રવૃતિઓ વિશે અમેરિકન અધિકારીઓ દ્વારા અપાયેલી જાણકારી બાદ રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સમિતિએ એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહીની ભલામણ કરી છે. તેની તપાસ દરમિયાન તેના ગુનાહિત કાર્યો અને ઇતિહાસ સામે આવ્યો છે. તપાસ સમિતિએ ભલામણ કરી છે કે કાયદાકીય કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કેટલાક સંગઠિત ગુનાહિત સમૂહો અને આતંકવાદી જૂથોની પ્રવૃતિઓ વિશે માહિતી મળ્યા બાદ નવેમ્બર 2023માં, આ સમિતિની રચના કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓના કારણે ભારત અને અમેરિકાના સુરક્ષા હિતોને નુકસાન પહોંચ્યું હતું. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સમિતિને અમેરિકાના અધિકારીઓ તરફથી પૂરો સહકાર મળ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ