જમ્મુ-કાશ્મીર પોલીસે જમ્મુના સાંબા-કઠુઆ સેક્ટરમાં આતંકવાદીઓના નવ સહયોગીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લાના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદકરી હતી. આ સમૂહના મુખ્ય આરોપી તરીકે કઠુવા જિલ્લાના મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફની ઓળખ થઈ છે. સ્થાનિક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ કેસમાં કુલ 50 વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી છે. જેમાં તેઓએ આતંકવાદીઓને ખોરાક,આશ્રય અને સંદેશાવ્યવહારની મદદ પૂરી પાડી હતી જેમાંથી કેટલાંકે આતંકવાદીઓ પાસેથી પૈસા પણ સ્વીકાર્યા હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ ગત 26 જૂને ડોડા જિલ્લાના ગંડોહ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓને મદદ કરી હોવાનું કબૂલ્યું છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 2:24 પી એમ(PM) | જમ્મુ કાશ્મીર પોલીસ