આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા અને છ થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.
અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ચિકોરા ગામ નજીક એક ટ્રક બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આણંદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર બસના ચાલક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
Site Admin | જુલાઇ 15, 2024 3:18 પી એમ(PM) | અકસ્માત
આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા
