આણંદ જિલ્લા પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની એક હજાર આઠ જેટલી ફિરકી કબજે કરી છે. મળતી માહિતી મુજબ, પોલીસે છાલાંટિયા વિસ્તારમાં તપાસ કરતાં એક ટેમ્પોમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે ચાર લાખ 50 હજાર રૂપિયાથી વધુના માલસામાન સાથે એક વ્યક્તિને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ આણંદ વિભાગના નાયબ જિલ્લા પોલીસ વડા જે. એન. પંચાલે લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:49 એ એમ (AM)