આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય થયો છે. ભાજપે પ્રથમ વખત બજાર સમિતિમાં વિજય મેળવ્યો છે.
ગઇકાલે મત ગણતરી દરમિયાન બંને પક્ષોની તરફેણમાં આંકડા ઉપર નીચે થતાં હતા. અંતે ભાજપ પ્રેરિત ખેડૂત પેનલે તમામ બેઠકો કબજે કરી હતી.
બોરસદ APMCની ખાલી પડેલી ખેડૂત વિભાગની 10 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ ભાજપે પણ પોતાની ખેડૂત વિકાસ પેનલ બનાવી 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.બોરસદ વિધાનસભા બેઠક બાદ બોરસદ APMC કબજે કરી ભાજપના રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને પરાજય આપ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:17 એ એમ (AM) | આણંદ
આણંદ જિલ્લાની બોરસદ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ખેડૂત પેનલનો વિજય.
