આણંદ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ખંભાત, સોજીત્રા અને આણંદ તાલુકા ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો પૈકી ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ૧૫, કંસારી ગામના ૭૫, આંબાખાડમાંથી ૨૦, સોજીત્રા નગરપાલિકાનાં નિચાણવાળા વિસ્તારના ૩૦ જેટલા વ્યક્તિઓને સોજીત્રા તાલુકાના ક્ષેમકલ્યાણી માતા મંદિરના કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે કુંજરાવ ગામમાં હાલ માં ૩૫ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે..
આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખંભાત અને બોરસદ તાલુકાના ૧૧ જેટલા રોડ બંધ કરાયા છે. કડાણા અને પાનમ ડેમમાંથી અંદાજે ૨ લાખ કરતાં વધુ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ૨૬ જેટલા ગામોને સતકૅ કરાયા છે.
પંચમહાલના હાલોલ પંથકમાં ભારે વરસાદને કારણે ફાયર ફાઈટરની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.. મઘાસર ગામે પોતાના ખેતર જઈ રહેલો કમલેશભાઈ મોહનભાઈ નામનો યુવાન ભારે પાણીને પગલે ખેતર પાસે આવેલી નદીના પાણીમાં ખેંચાઈને નદીના ધસમસતા વહેતા પાણીમાં તણાવ્યો હતો પાણીની વચ્ચોવચ્ચ ફસાયેલા 15 જેટલા લોકોનું પણ રેસ્ક્યુ કરાયું હતું..
કચ્છમાં સાંબેલાધાર વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા કલેકટર દ્વારા તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી અને તકેદારીના તમામ પગલાં લેવા અંગે સૂચના આપવામાં આવ હતી.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને કારણે રાજકોટ જિલ્લામાં 27 ઓગષ્ટના રોજ ભારે વરસાદના કારણેના જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે,
રાજકોટમાં આયોજિત ધરોહર લોકમેળાના ૨૮ શ્રમજીવીઓને સુરક્ષિત આશરો આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં ભારે વરસાદથી લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે રાજકોટમાં આયોજિત ધરોહર લોકમેળામાં મજૂરીકામ કરતાં ૧૬ પુરુષો અને ૧૦ મહિલાઓ ઉપરાંત ૨ બાળકો મળીને કુલ ૨૮ લોકોને સરકારી આશ્રયસ્થાનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદના સાણંદ ખાતે રૂપાવટી ગામે ખેતર વિસ્તારમાં ફસાયેલા 150 જેટલા વાદી સમાજના લોકોને ઢોર-ઢાંખર સાથે બચાવી લેવાયા હતા.
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:07 એ એમ (AM)