ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 7:09 પી એમ(PM)

printer

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે

આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા હતા. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા યોજાઇ હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનોએ રથ સાથે નગરયાત્રા કરી હતી. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા હતા
નગરદેવીની યાત્રા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચતા મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓએ મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું હતું. બપોર બાદ નગરયાત્રા જગન્નાથ મંદિરથી નિજમંદિર પરત ફરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ