આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે હાથશાળ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન આપનારા વણકરોને સંત કબીર અને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સંદેશમાં કહ્યું છે કે તેમને દેશભરમાં હાથશાળના સમૃદ્ધ વારસા અને જીવંત પરપરા પર ખૂબ જ ગર્વ છે. વધુમાં તેમણે ઉમેર્યું છે કે રાષ્ટ્ર દેશના કારિગરોના પ્રયાસોની સરાહના કરે છે, અને ‘વોકલ ફોર લોકલ’ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 2:11 પી એમ(PM)
આજે 10માં રાષ્ટ્રીય હાથશાળ દિવસ પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે
