આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતથી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઢોલ નગારાના તાલે મુસાફરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સંઘવીએ વધુ બસો શરૂ કરવાની યોજના અંગે જણાવ્યું.
સુરતથી પણ બસ સેવા શરૂ થવાથી સુરતવાસીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા.
આજે રાજકોટથી પણ પ્રયાગરાજ માટેની વિશેષ બસનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેરનાં મેયર નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ પ્રવાસીઓને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને આરામદાયક યાત્રાની શુભકામના પાઠવી હતી. પ્રયાગરાજ માટે કુલ છ બસો ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે ૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૭ કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદ અને વડોદરાથી મહાકુંભની બસો શરૂ કરવામાં આવી હતી.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 4:00 પી એમ(PM)
આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે
