ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 26, 2024 7:47 પી એમ(PM) | ભારત | સિંગાપોર

printer

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી

ભારત અને સિંગાપુરમાં મંત્રીઓની બીજી ગોળમેજી બેઠક આજે સિંગાપુર ખાતે મળી હતી. બેઠક દરમિયાન ભારત અને સિંગાપુરના નેતાઓએ બંને દેશો વચ્ચે ભાવી ક્ષેત્રોમાં સહકાર વધારવાની તકો અંગે ચર્ચા કરી. બંને દેશોએ છ મુખ્ય કેન્દ્રોની પસંદગી કરી છે. જેમાં ડિજીટલીકરણ, કૌશલ્યવિકાસ, સ્થિરતા, આરોગ્ય અને સારવાર તેમજ અત્યાધુનિક માળખાકીય વિકાસ અને નેટવર્કસેવાઓ સામેલ છે. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, રેલવેઅને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયૂષગોયેલ ઉપસ્થિત રહ્યા હતા. બંને દેશોના નેતાઓએ ભારત અને સિંગાપુર વચ્ચે કુટનૈતિક સંબંધોની 60મી વર્ષગાંઠ મનાવવાની યોજના પર ભાર મૂક્યો. તેમણે આસિયાન અને જી20 દેશો સહિત પ્રાદેશિક અને વૈશ્વિક સહકાર વિશે ચર્ચા કરી હતી.  આ પૂર્વે ભારતના મંત્રીઓએ સિંગાપુરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ અનેસિંગાપુરના પ્રધાનમંત્રી લૉરેન્સ વોંગ સાથે મુલાકાત કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ