આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 18 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાત ઝોનમાં 16.39 ટકા વરસાદ નોંધાયો છે.
જિલ્લા પ્રમાણે જોઇએ તો, સૌથી વધુ 56 ટકા વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને 54 ટકા વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો 12 ટકા વરસાદ દાહોદ અને અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. આણંદ જિલ્લામાં 13 ટકા વરસાદ નોંધાયો છે.
મોરબી, પોરબંદર અને ભાવનગર, જિલ્લામાં 35 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લામાં 19.44 ટકા વરસાદ નોંધાયો છે.
આજે સવારે છ વાગ્યાથી સાંજનાં છ વાગ્યા સુધી સુરત જિલ્લાના કામરેજમાં સાડા ત્રણ ઇંચ, આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપલેટા, ધંધુકા, ખંભાત, જલાલપોર તાલુકા સુરત શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
Site Admin | જુલાઇ 11, 2024 8:08 પી એમ(PM) | વરસાદ