ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 13, 2024 3:52 પી એમ(PM)

printer

આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે

આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં પડયો હતો. જયારે જેતપુર, જામજોધપુર તાલુકામાં અઢી અઢી ઇંચ અને ગણદેવી તથા અમીરગઢ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે  પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ,નવસારી, તાપી અને દમણ, તથા સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.  અમદાવાદમાં આજે અને આવતી કાલે વરસાદની સંભાવના છે.દરમિયાન, તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે 1 લાખ 13 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમના 10 દરવાજા પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી 1 લાખ 13 હજાર ક્યુસેક પાણી
છોડવામાં આવ્યું છે. હાલ ડેમની સપાટી 344.96 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ