આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યનાં 43 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસા તાલુકામાં જ્યારે ગાંધીનગર જિલ્લાનાં માણસા અને પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા તાલુકામાં દોઢ- દોઢ ઇંચ અને પાટણ તથા ઊંઝા તાલુકામાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો.
લાંબા વિરામ બાદ આજે બપોરે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
એકાદ કલાકના સમયગાળામાં સરેરાશ અડધો ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચાંદખેડા, જગતપુર, પાલડી, વાસણા, આશ્રમરોડ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદને કારણે અખબાર નગર અને મીઠાખળી અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી.
અરવલ્લી જિલ્લામાં આજે સાંજે એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
દરમિયાન, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યનાં તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ અંગે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુમાં આ મુજબ જણાવ્યું…
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:32 પી એમ(PM) | વરસાદ