ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2024 3:09 પી એમ(PM)

printer

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે

આજે સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી 83 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. મહેસાણાના વિજાપુર અને ગાંધીનગરના માણસા તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
અરવલ્લી જિલ્લામાં મોડાસા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા અને કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
માછીમારોને આઠ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 119 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 183 ટકા વરસાદ કચ્છ ઝોનમાં પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 127 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 121 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 115 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 99 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 87 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યનાં કુલ 206 જળાશયોમાંથી 116 જળાશય 100 ટકા, 44 જળાશય 70થી 100 ટકા અને 17 જળાશય 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. 142 જળાશય હાઇ એલર્ટ પર, 10 જળાશય એલર્ટ પર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ