આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જ્યારે માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો.. જ્યારે તાપીના વ્યારા નગર સહિત આસપાસના ગામોમાં પણ હળવા વરસાદે રસ્તાઓને ભીંજવી દીધઆ હતા.
Site Admin | જૂન 18, 2024 4:32 પી એમ(PM) | વરસાદ
આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો
