ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 13, 2024 3:19 પી એમ(PM)

printer

આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી નવસારીના ગણદેવીમાં સૌથી વધુ પોણા છ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 43 મીમી, જલાલપોરમાં 24, ચીખલીમાં 65, વાંસદામાં 50 અને ખેરગામમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ તોફાની વરસાદ વરસ્યો હતો.. વલસાડ તાલુકામાં જ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમારા વલસાડના પ્રતિનિધિ નવિન પટેલ જણાવે છે કે આ વરસાદને કારણે વલસાડની પાર નદીના કોઝવે ઉપરથી પસાર થતા 70 વર્ષીય વૃદ્ધનો પગ સ્લીપ થતાં પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. બીજી તરફ વલસાડ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લાના દરિયા કિનારે ભરતીના સમયે અને ચોમાસા દરમ્યાન નદી, કોઝવે, ચેકડેમ ઉપર વહેતા પાણીમાં ન જવા સૂચના આપી હતી.
ડાંગમાં ૨૪ કલાકમાં ૪૯.૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે મોસમનો સરેરાશ વરસાદ ૪૫૦.૬૭ મી.મી નોંધાયો છે. વઘઇમાં 56 મી.મી, સુબીરમાં ૪૭ મીલીમીટર વરસાદ નોંધાયો છે.
દરમિયાન રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 28 ટકા વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ