ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 3:10 પી એમ(PM)

printer

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહેસાણાના વડગામમાં સવા ચાર ઈંચ, ખેડાના નડિયાદમા અરવલ્લીના મેઘરજમાં અને અમરેલીના બગસરામાં 4 – 4 ઇંચ વરસાદ પડયો હતો.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 88 ટકા ભરાયો છે.. જ્યારે 66 ડેમ હાઇએલર્ટ પર, 17 ડેમ એલર્ટ પર અને અગિયાર જળાશયો પર ચેતવણી જાહેર કરાઇ છે.. જ્યારે જામનગર જીલ્લાની ઉમિયાસાગર, રંગમતી, ફૂલઝર નદીઓમાં પૂરની સ્થિતિ છે દાહોદનું માથણનાળા તળાવ પણ ઉભરાઇ રહ્યું છે..
રાજ્યમાં અત્યાર સુધીમાં 17 હજાર 452 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે એક હજાર 653 લોકોને ઉગારવામાં આવ્યાં છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ