આજે સર્વોચ્ચ ન્યાયાલયના બે ન્યાયાધીશ અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે ન્યાયમૂર્તિ સુર્યકાંતના હસ્તે ગુજરાત વડી અદાલત ખાતે જુદાજુદા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કાયદામંત્રી ઋષિકેશ પટેલ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહેશે. આજે સાંજે અમદાવાદ બાર એસોસિએશન દ્વારા આયોજીત દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ગુજરાત ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ સહીત અનેક મહાનુભાવો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 8:25 એ એમ (AM) | સર્વોચ્ચ ન્યાયાલય
આજે સર્વોચ્ચ ન્યાયાલયના બે ન્યાયાધીશ અમદાવાદની મુલાકાતે.
