ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આજે સમગ્ર રાજ્યમાં યોજાઇ રહી છે. જેમાં એક લાખ 29 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યના 638 શાળા કેન્દ્રો પર લેવાઈ રહેલી આ પરીક્ષા સાંજે ચાર વાગ્યા ચાલશે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 7 બિલ્ડિંગના 77 બ્લોકમાં પરીક્ષા ચાલી રહી છે. જેમાં A ગ્રુપમાં 201, B ગ્રુપમાં એક હજાર 299 અને AB ગ્રુપમાં એક એમ કુલ એક હજાર 501 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
Site Admin | માર્ચ 23, 2025 3:22 પી એમ(PM)
આજે સમગ્ર રાજ્યમાં યોજાઇ રહી છે ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા
